(૧) જમીનની ફળદ્રુપતા વધારવા શું કરવુ ?
કપાસ એ ઉંડા મુળવાળો લાંબાગાળાનો પાક હોવાથી જમીનમાંથી વધુ પોષકતત્વો ઉપાડે છે .
છેલ્લા કેટલાક વર્ષોથી એની એજ જમીનમાં સતત કપાસનું વાવેતર થતુ હોવાથી તેમજ સેન્દ્રીય ખાતર વિના ફકત રાસાયણિક ખાતર આધારીત કપાસની ખેતી કરવામાં આવતી હોવાથી દીન-પ્રતિદીન જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. સાથો સાથ ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે. તેથી વધુ ઉત્પાદન મેળવવા માટે જમીનની ફળદ્રુપતા વધારવાની તાતી જરૂરિયાત છે. જે માટે નીચેના ઉપાયો કરવા જોઈએ
.
(૧) દેશી છાણિયુ ખાતર/ સેન્દ્રીય ખાતર/વર્મીકમ્પોસ્ટ/ દીવેલીનો ખોળ/મરઘા બતકાની ચરક વગેરે ખાતર ભલામણ મુજબ જમીનમાં ઉમેરવા જોઈએ.
(ર) કપાસનાં એકલા પાકનું વાવેતર ન કરતા આંતર પાક તરીકે કઠોળ વર્ગના પાકોનું વાવેતર કરવું જોઈએ.
(3) જૈવિક કલ્ચર જેવા કે એઝેટોબેક્ટર, રાઈઝોબિયમ કલ્ચર, ફોસ્ફો બેક્ટેરિયા (પી એસ બી), પોટાશ બેક્ટેરિયા (કે એસ બી) અને જીવામૃતનો ઉપયોગ કરવો જોઈએ.
(૪)શકય હોય તો ચોમાસામાં શણ અને ઉનાળામાં ઈક્કડનો લીલો પડવાશ કરવો જોઈએ.
(૫) પાકની ફેરબદલી કરવી જોઈએ.
0 comments