જમીનની તૈયારી સારી કરવા શું કરવું ?
કપાસની ખેતી કરતા ખેડૂતોએ દર ત્રીજા વર્ષે ઉનાળામાં પ્લાઉ થી ઊંડી ખેડ કરી જમીનને તપવા દેવી જોઈએ જેથી ચોમાસા દરમ્યાન પાણી ઉંડે સુધી જમીનમાં ઉતરે છે. જમીનની ભેજ ધારણ શક્તિ વધે છે. જમીનમાં હવાની અવરજવર થવાથી જમીનમાં રહેલા બેક્ટેરિયા સક્રિય બને છે. જમીનની ઉથલપાથલ થવાથી જમીનમાં પોષકતત્વોનું બેલેન્સ જળવાઈ છે તેમજ જમીન ઉપર પડેલા નિંદામણનાં બીજ અને કોસેટા જમીનમાં ઉંડે જતા રહેવાથી નિંદામણ અને ઈયળોનો ઉપદ્રવ ઓછો થાય છે.
(૧) જમીનની ફળદ્રુપતા વધારવા શું કરવુ ?
કપાસ એ ઉંડા મુળવાળો લાંબાગાળાનો પાક હોવાથી જમીનમાંથી વધુ પોષકતત્વો ઉપાડે છે .
છેલ્લા કેટલાક વર્ષોથી એની એજ જમીનમાં સતત કપાસનું વાવેતર થતુ હોવાથી તેમજ સેન્દ્રીય ખાતર વિના ફકત રાસાયણિક ખાતર આધારીત કપાસની ખેતી કરવામાં આવતી હોવાથી દીન-પ્રતિદીન જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. સાથો સાથ ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે. તેથી વધુ ઉત્પાદન મેળવવા માટે જમીનની ફળદ્રુપતા વધારવાની તાતી જરૂરિયાત છે. જે માટે નીચેના ઉપાયો કરવા જોઈએ
.
(૧) દેશી છાણિયુ ખાતર/ સેન્દ્રીય ખાતર/વર્મીકમ્પોસ્ટ/ દીવેલીનો ખોળ/મરઘા બતકાની ચરક વગેરે ખાતર ભલામણ મુજબ જમીનમાં ઉમેરવા જોઈએ.
(ર) કપાસનાં એકલા પાકનું વાવેતર ન કરતા આંતર પાક તરીકે કઠોળ વર્ગના પાકોનું વાવેતર કરવું જોઈએ.
(3) જૈવિક કલ્ચર જેવા કે એઝેટોબેક્ટર, રાઈઝોબિયમ કલ્ચર, ફોસ્ફો બેક્ટેરિયા (પી એસ બી), પોટાશ બેક્ટેરિયા (કે એસ બી) અને જીવામૃતનો ઉપયોગ કરવો જોઈએ.
(૪)શકય હોય તો ચોમાસામાં શણ અને ઉનાળામાં ઈક્કડનો લીલો પડવાશ કરવો જોઈએ.
(૫) પાકની ફેરબદલી કરવી જોઈએ.
કપાસમાં ગુલાબી ઈયળથી ડરવાની જરૂર નથી પરંતુ ગુલાબી ક્યારે આવે છે ?
તે જાણવા માટે ફેરોમોન ટ્રેપ આપણા માટે ખુબજ ઉપયોગી સાધન છે.
ફેરોમોન ટ્રેપ ફોટા માં બતાવ્યા પ્રમાણે કપાસની ઊંચાઈ થી એક ફૂટ ઉપર ગોઠવો અને ગુલાબી ઈયળના નર ફૂદા પકડાય તો તુર્ત જ સિન્થેટીક પાયરેથ્રોઈડ દવાનો છંટકાવ કરો.
જો એક વખત ગુલાબી ઈયળના ઈંડામાંથી નીકળેલી નાની વાળ જેવી ઈયળ જીંડવામાં ગરી ગઈ તો પછી તેનો ઉકેલ કોઈ નથી. માટે આપણે ફૂદાની હાજરી જોવાનું અગત્યનું છે.
સમય વર્ત્યો સાવધાન