khetar ni vatt
  • બીજ
  • વાયરસ
    • CMV
    • CVMV
    • chiLCV
    • GBNV
  • રોગ
    • બેક્ટેરિયા
      • બેક્ટેરીયલ વિલ્ટ
      • બેક્ટેરીયલ સ્પોટ
    • ફૂગ
      • રૂટરોટ / ડમ્પિંગ ઓફ
      • એન્થ્રેક્નોઝ
      • અલ્ટરનેરીયા સ્પોટ
      • પાવડરી મીલ્ડ્યું/ભૂકીછારો
      • ફાયટોપ્થોરા બ્લાઈટ
      • ફ્યુઝેરીયમ વિલ્ટ
      • સીનોફોરા બ્લાઈટ
      • અલ્ટરનેરીયા સ્પોટ
      • સ્કેલરોસિયા રેલોફસી
  • જીવાત
    • નીમેટોડ
    • જીવાત
      • થ્રીપ્સ
      • કથીરી
      • મોલો
      • સફેદમાખી
      • ઈયળ
  • જમીન
    • પ્રકાર
    • પીએચ
    • સેન્દ્રીય તત્વ
    • જમીનનો નીતાર
    • પાળા
  • હવામાન
    • ઝાકળ
    • હિમ
    • ગરમી અંને ઠંડી
    • વરસાદ
  • ખાતર
    • જમીન
    • પોષણની ખામી
    • ફર્ટીગેશન
    • ક્રોપ રીમુવલ
  • નુકશાન
    • કેમિકલ ઇન્જરી
    • મીકેનીકલ ઇન્જરી
    • માનવ ઇન્જરી
    • તોડાઈ વખતે ઘા
    • સૂર્યનો તાપ
  • પિયત
    • પાણીની અછત
    • પાણીનો જથ્થો
    • ડ્રીપ
    • મલ્ચીંગ
Book your advt Here

Total Pageviews









જમીનની તૈયારી સારી કરવા શું કરવું ? 


કપાસની ખેતી કરતા ખેડૂતોએ દર ત્રીજા વર્ષે ઉનાળામાં પ્લાઉ થી ઊંડી ખેડ કરી જમીનને તપવા દેવી જોઈએ જેથી ચોમાસા દરમ્યાન પાણી ઉંડે સુધી જમીનમાં ઉતરે છે. જમીનની ભેજ  ધારણ શક્તિ વધે છે. જમીનમાં હવાની અવરજવર થવાથી જમીનમાં રહેલા બેક્ટેરિયા સક્રિય બને છે. જમીનની ઉથલપાથલ થવાથી જમીનમાં પોષકતત્વોનું બેલેન્સ જળવાઈ છે તેમજ જમીન ઉપર પડેલા નિંદામણનાં બીજ અને કોસેટા જમીનમાં ઉંડે જતા રહેવાથી નિંદામણ અને ઈયળોનો ઉપદ્રવ ઓછો  થાય છે.


Book your Advt Here
400 x 90













(૧) જમીનની ફળદ્રુપતા વધારવા શું કરવુ ?


કપાસ એ ઉંડા મુળવાળો લાંબાગાળાનો પાક હોવાથી જમીનમાંથી વધુ પોષકતત્વો ઉપાડે છે .
છેલ્લા કેટલાક વર્ષોથી એની એજ  જમીનમાં સતત કપાસનું વાવેતર થતુ હોવાથી તેમજ સેન્દ્રીય ખાતર વિના ફકત રાસાયણિક ખાતર આધારીત કપાસની ખેતી કરવામાં આવતી હોવાથી દીન-પ્રતિદીન જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. સાથો સાથ ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે. તેથી વધુ ઉત્પાદન મેળવવા માટે જમીનની ફળદ્રુપતા વધારવાની તાતી જરૂરિયાત છે. જે માટે નીચેના ઉપાયો કરવા જોઈએ
. 
(૧) દેશી છાણિયુ ખાતર/ સેન્દ્રીય ખાતર/વર્મીકમ્પોસ્ટ/ દીવેલીનો ખોળ/મરઘા બતકાની ચરક વગેરે ખાતર  ભલામણ મુજબ જમીનમાં  ઉમેરવા જોઈએ. 
(ર) કપાસનાં એકલા પાકનું વાવેતર ન કરતા આંતર પાક તરીકે કઠોળ વર્ગના પાકોનું વાવેતર કરવું જોઈએ. 
(3) જૈવિક કલ્ચર જેવા કે એઝેટોબેક્ટર, રાઈઝોબિયમ કલ્ચર, ફોસ્ફો બેક્ટેરિયા (પી એસ બી), પોટાશ               બેક્ટેરિયા (કે એસ બી) અને જીવામૃતનો ઉપયોગ કરવો જોઈએ. 
(૪)શકય હોય તો ચોમાસામાં શણ અને ઉનાળામાં ઈક્કડનો લીલો પડવાશ કરવો જોઈએ. 
(૫) પાકની ફેરબદલી કરવી જોઈએ.


Book your Advt Here
400 x 90






ગુલાબી થી ડરવાની જરૂર નથી - જરૂર છે સમયસર પગલાં લેવાની 


ચાલો ગુલાબી ઈયળનું જીવન ચક્ર જોઈએ 



કુદા અવસ્થા : કોશેટો માંથી નીકળેલ ગુલાબી ઈયળનું ઝાલર વાળી પાંખ ધરાવતું બદામી રંગનું ફૂદું  રાત્રે કુલ ભમરી, ચાંપવા, કળીમાં ઈંડા મૂકે છે. ગુલાબી ઈયળ ની હાજરીની જાણ મેળવવા વિઘે ૪ ફેરોમોન ટ્રેપ લગાડો. 


ઈંડા  અવસ્થા : ગુલાબી ઈયળના ઈંડા બદામી રંગના હોય છે જે સામાન્ય રીતે કુલ-ચાપવા તથા કાચા જીંડવા ઉપર હોય છે. જે નરી આંખે જોઈ શકાતા નથી. (ઇંડાનાશક છાંટવાથી ઇંડાનો નાશ કરી શકાય છે.) પ્રોફેનોફોસ + સાયપરમેથ્રીન અથવા ડેલ્ટામેથ્રીન + ડીડીવીપી સાથે સેફગાર્ડ દરેક છંટકાવમાં ઉમેરો 


ગુલાબી ઈયળ સામે યુદ્ધ કરવાની તૈયારી હોય તો જ કપાસ વાવજો. ગુલાબી ઈયળ ફકત ને ફકત કપાસ ઉપર જ જીવે છે તેથી સામુહિક પ્રયાસ કરીએ તો લડવું સહેલું છે, બહું કુણપ લાવે તેવા મોનોક્રોટોફોસ જેવા જંતુનાશકો અને યુરીયા જેવા ખાતરો હવે ઓછા વાપરો. બની શકે તો વૃદ્ધિ નિયંત્રક નો ઉપયોગ કરીને કપાસ વહેલો પાકે તેવું ગોઠવો .


ઈચળ અવસ્થા : ગુલાબી ઈયળ વાતાવરણને અનુરૂપ તેનું જીવન ટુંકાવી કે લંબાવી શકે છે ગુલાબી ઈયળની શુષુપ્ત અવસ્થા ઓછામાં ઓછા ૧૫ દિવસથી લઈને ૧૩ મહિના સુધીની હોય છે. અનુકુળ વાતાવરણ મળતા તે કોશેટામાં જાય છે. ટુંકમાં ગુલાબી ઈયળ સુશુપ્ત અવસ્થામાં લાંબો સમય રહી શકે છે. 


વાવણી થાય ત્યારે વાવજો : કપાસની આગોતરી વાવણી કરશો તો તમારા કપાસમાં કુલ ચાંપવા વહેલા આવશે. ગુલાબી ઈયળની આત્મઘાતી પેઢીના ફૂદાં વહેલા નીકળેલા ચાપવામાં ઈંડા મૂકવાની તક મળશે. જેથી ગુલાબી ઈયળનો ઉપદ્રવ ફેલાશે. હવે આગોતરો કપાસ કરાય નહિ , જો પાણી હોય તો દવા છાંટવાની તૈયારી ની હિંમત હોય તો કરજો . 


રોઝેટેડ કુલ : કપાસનું ફુલની પાંદડીઓ બિડાયેલી, ફુગા જેવી (રોઝેટેડ કુલ) જેવી થઈ ગઈ હોય તો સમજવું કે ફૂલમાં  ગુલાબી ઈયળનો ઉપદ્રવ છે. ઈંડા માંથી બનેલ ઈયળ પાતળી વાળ જેવી સફેદ અને કાળા માથાવાળી હોય છે અને પરાગરજ ખાઈને જીવે છે. રોઝેટેડ કુલ વીણી લેવા અને સળગાવી દેવા . આ સમયે સિન્થેટીક પાયરેથ્રોઈડ છંટકાવ શરૂ કરવો. (સાયપરમેથ્રીન + પ્રોફેનોફોસ અથવા કલોરોપાયરીફોસ + લેમડાસાયલોથ્રીન) 


રેફ્યુઝા વાવો : ટુંકા અંતરે ચાસ નાખો દા .ત . ૪ બાય ૧, ૫ બાય ૧ અથવા ૩ બાય ૧ પછી કહેતા નહિ કે મારે મોટા ચાસ નખાઈ ગયા. વાવણી સાથે ખેતરમાં ૧૨૦ ગ્રામ નોન બીટી રેફયુઝા વાવો .


કોશેટા અવસ્થા : આપણા વિસ્તારમાં ગુલાબી ઈયળનું જીવન ચક્ર લાંબા ગાળાનું જોવા મળ્યું છે તેથી હાલ ઈયળો શુષુપ્ત અવસ્થામાં પડી છે જે અનુકુળ વાતાવરણ મળતાં કોશેટા અવસ્થામાં જશે. આ કોશેટા અવસ્થા ૧૨ થી ૧૫ દિવસની હોય છે. તેમાંથી પુખ્ત કુદુ નિકળે છે. જે ફક્ત કપાસમાં ઈંડા મૂકે છે. 


જમીન તપવા દયો :  જેમણે ખેતરમાં સાંઠીઓ રાખી છે, ઘેટા બકરા ચરાવ્યા નથી તે ખેતરમાં  ગયા વર્ષે બચી ગયેલી હજારો ગુલાબી ઈયળો પડી છે. જે અનુકૂળ વાતાવરણ મળતા કોશેટા બની- કુદામાં પરિવર્તિત થઈ બહાર નીકળી નવા કપાસના કુલમાં ઈંડા મૂકવાનું શરૂ કરશે. ઉંડી ખેડ કરી જમીનને તપવા દયો. 


ગુલાબીથી બચવા ખાસ યાદ રાખો : ગુલાબીનો બીજો વેવ ઠંડીની શરૂઆત થાય ત્યારે આવે છે આવા સમયે  કપાસની કૂણપ  ઓછી રાખવા જમીનમાં ભેજનું પ્રમાણ ઓછું રહે તે માટે  એક પાટલુ છોડી એક પાટલામાં પિયત આપવામાં આવે તો ગુલાબીનો ઉપદ્રવ નિયંત્રિત કરી શકાય છે. 


ગુલાબી થી બચવા વહેલું ઉત્પાદન લેવું પડશે :  ટુંકાગાળામાં ઉત્પાદન લેવા વહેલું અને સચોટ ઉત્પાદન આપતી જાતો વાવો કે જે સાંકળા પાટલે પણ અનુકુળ હોય અને જેમાં કુલ, ચાપવા ખરવાનું પ્રમાણ ઓછું હોય અને આ જાતોમાં વહેલું ઉત્પાદન મળતું હોય,  વહેલું ઉત્પાદન લેવા નેનો ટેકનોલોજી આધારિત સેફગાર્ડ છાંટો. પ્રથમ ફૂલ આવે પછી વૃદ્ધિ નિયંત્રક મેપીકવાટ ક્લોરાઇડ નો પ્રયોગ કરીને કપાસ વહેલો પકવો 


ગુલાબી ઈયળનું  જીવનચક્ર : કોશેટામાંથી બહાર  આવેલું ભુખરા રંગનું અને ઝાલરવાળી પાંખો ધરાવતું કદમાં ખૂબ નાનું  ફૂદું  પોતાની પેઢી આગળ વધારવા  ઈંડા મૂકે છે . કુદાની આ અવસ્થા ૨ થી ૪ દિવસમાં પૂર્ણ થાય છે. કુદાના ઉપદ્રવની જાણકારી મેળવવા માટે ગુલાબી ઈયળની લ્યુર વાળા ફેરોમોન ટ્રેપ લગાડવાથી કુદાની હાજરીની જાણકારી મળી શકે છે. જો કુદા ટ્રેપમાં પકડાય તો ઈંડાનાશક દવાનો છંટકાવ શરૂ કરવો જોઈએ. સિન્થેટિક પાઇરેથ્રોઇડ  ડેલ્ટામેથ્રીન –પ્રોફેનોફોસ વગેરે .
Book your Advt Here
400 x 90






૧. બીજની પસંદગી 


આ વર્ષે ભાવ સારા રહ્યા એટલે બધા ને કપાસ કરવો છે પરંતુ કંપની ખેતીમાં બીજ એ પાયાની વસ્તુ છે. બીજમાં છુપાયેલ હોય છે ઉત્પાદન દેવાની ક્ષમતા . કૃષિ વિજ્ઞાન માસિક મંગાવતા હો તો એપ્રિલ 22 ના અંકમાં ગત વર્ષના અનુભવોને આધારે કપાસની સારી આવક મેળવેલા ખેડુતોની યાદી આપેલ છે. આજે જ બધાને ફોન કરો. તેમના અનુભવો જાણો અને આવતા વર્ષના તમારા નિર્ણયો લો .અથવા કૃષિ વિજ્ઞાન ફેસબુક પેજ લાઈક કરી કપાસની માહિતી તમારા મોબાઈલ માં મેળવો


૨. વાવણીઃ ઘાટું વાવેતર કરજો

હાઈ ડેન્સીટી પ્લાન્ટેશન છેલ્લા બે ત્રણ વર્ષથી આપણે કપાસની ખેતીમાં વાવેતર અંતર ઘટાડીને છોડથી છોડ અને હારથી હારનું અંતર ટુંકુ કરીને એકર દીઠ છોડની સંખ્યા વધારીને એકમ વિસ્તાર દીઠ વધુ ઉત્પાદન મેળવતા થયા છીએ.



ઓછા અંતરે વાવેતર કરવાથી દીવાળી આવતા સુધીમાં છોડ પૂરતો જથ્થો આપી દે છે. છોડ વહેલા પરિપક્વ થાય છે. શીયાળુ પાક લઈ શકાય છે. લાંબા ગાળાના કપાસમાં પાછતર ખર્ચા જેવા કે ખાતર, પાણી, પાક સંરક્ષણ, ફૂગનાશક તથા મજુરી ખર્ચ વધે   છે. તેના બદલે સારી ઉંડા મૂળવાળી જાતને વહેલા પકવી દેવા વૃદ્ધિ નિયંત્રકો નો ઉપયોગ કરી  સારું વળતર મેળવી લેવું ફાયદાકારક . 


3. પોષણઃ 


ઈઝરાયલનો ખેડુત કપાસના પાકમાં છોડ દીઠ કેટલું ઉત્પાદન લેવું છે તે વાવેતર કરતા પહેલા જ વિચારે છે તેથી તે માહિતી કોમ્યુટરમાં નાખવામાં આવે તો કોમ્યુટર ખેડુતને કહે છે કે આ કપાસનો છોડનો જીવન કાળ ૧૭૦ દિવસ છે. તેથી જો તમારે છોડ દીઠ ૩૦૦ ગ્રામ કપાસ પકવવો હોય તો ક્યા દિવસે કેટલું ખાતર આપવું પડે તેની માહિતીનો પ્રિન્ટઆઉટ કોમ્યુટર આપે. બીજો ખેડુત કોમ્યુટરને એમ કહે કે મારે તો પ૦૦ ગ્રામ પ્રતિ છોડ દીઠ ઉપજ મેળવવું છે તો કોમ્યુટર છોડ દીઠ કેટલું ખાતર આપવું તેની વિગતો જુદી રીતે આપે. બન્ને ખેડુત આ ખાતર ડ્રીપ પધ્ધતિ દ્વારા આપીને ધાર્યું ઉત્પાદન લઈ શકે છે. આ પધ્ધતિને ફર્ટિગેશન કહેવાય છે. આવી રીતનું પોષણ ફક્ત ને ફકત ડ્રીપ દ્વારા જ આપી શકાય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે કપાસ અને મરચી કે ટામેટીના એક  છોડ દીઠ કેટલું ઉત્પાદન લેવું છે? વિચારો 



 એક કિવન્ટલ કપાસના ઉત્પાદન માટે આશરે ૬ થી ૭.૮ કિ.ગ્રા. નાઈટ્રોજન, ૦.૫ થી ૧.૨ કિ.ગ્રા. ફોસ્ફરસ અને ૭ થી ૧૦ કિ.ગ્રા. પોટાશની જરૂરીયાત રહે છે તેથી કપાસનું ઉત્પાદન કેટલું મેળવવું છે તે ધ્યાને રાખી ત્રિરાશી મુજબ  ખાતરનો ઉપયોગ કપાસના પાકમાં કરવામાં આવે તો ધાર્યું ઉત્પાદન મેળવી શકાય છે. 


4. આંટો મારવોઃ 

કપાસની ખેતી કરીએ અને રોજ ખેતરમાં આંટો ના મારીએ તે કેમ ચાલે ? રોજ ખેતરમાં સવારે આંટો મારવાથી છોડની આવશ્યકતા, જરૂરિયાત અને ચૂસિયા જીવાતના ઉપદ્રવની વિગતો તમે પ્રત્યક્ષ જોઈ શકો તેને લીધે જીવાતનો ખાત્મો તમે શરૂઆતની અવસ્થામાં કરીને ખેતી ખર્ચ બચાવી શકો. ઉપરાંત વિશેષ કામો સમયસર કરી શકો. દા. ત. કપાસમાં ડોકા કાપવાનો સમય થયો હોય ત્યારે ડોકા કાપી લેવાથી વધુ ફળાવ ડાળીઓ વધુ જીંડવા મેળવી શકાય છે. પાછતરી અવસ્થા દરમ્યાન મૂકળેલા ફેરોમોન ટ્રેપમાં ગુલાબી ઈયળના ફૂડ આવ્યા હોય તો તરતજ જંતુનાશક દવા ચાટવાનો આદેશ આપી શકાય , તો બનાવો ટાઈમ ટેબલ અને ખેતી ખર્ચમાં કરો ઘટાડો અને મેળવો વધુ ઉત્પાદન .


5. પાક સંરક્ષણ 

 કપાસમાં હવે ચૂસિયા જીવાત સામે પાક સંરક્ષણના પગલા લેવા સરળ  છે કારણકે નવા મોલેક્યુલ વળી નવી દવાઓ બઝારમાં આવી ગઈ છે તેથી . ચૂસિયા જીવાતનું નિયંત્રણ કરવું સરળ બન્યું છે.. 


6. કુગનાશક દવાઓઃ 


છેલ્લા કેટલાક વર્ષોથી કપાસ લાલ થઈ જવાની ફરિયાદો જોવા મળે છે. તેમાં બે કારણો હોય છે. એક ભેજવાળા વાતાવરણને લીધે અમુક કુગનો ઉપદ્રવ થતા સુકારો આવે છે. તેમાં સીસ્ટેમેટીક પ્રકારની ફુગનાશક નો છંટકાવ નિયમિત રીતે કરવામાં આવે તો લાભ મળે છે. આ ઉપરાંત બીજી મહત્વની વાત છોડમાં જીંડવા ઠીકઠાક લાગી ગયા હોય ત્યારે મૂળ તેની પોષણ ખેંચવાની પ્રક્રિયા ધીમી કરે છે અને ત્યારે છોડને ઉપરથી જરૂરી પોષણ ન મળે તો છોડમાં પેરા વિલ્ટ લાગે છે એટલે પોષણની  ખામીને લીધે છોડના પાન માં ઉણપ દેખાય છે. જો તમે જરૂરી પોષણ આપો તો આવા સુકારા જેવા દેખાતા પાનને અટકાવીને વધુ ઉત્પાદન લઈ શકો છો. ટુંકમાં ફુગનાશક ક્યારે છાંટવી અને ખાતરનો છંટકાવ ક્યારે કરવો તે સમજો .


Book your Advt Here
400 x 90















  1. શ્રેષ્ઠ બીજ – નીવડેલું બીજ પસંદ કરો અને તેના માટે જમીનની તૈયારી કરો. 
  2. તમારી જમીન તંદુરસ્ત હોવી જોઈએ. જરૂરી સેન્દ્રીય તત્વોથી ભરપુર જમીન તૈયાર રાખો. વધુ પડતું રાસાયણિક ખાતર હંમેશા સારૂ હોય તેવું માનશો નહિ. વધુ પડતી ટાશ કે માટી ખેતરમાં ભરશો નહિ. 
  3. પાક ફેરબદલી તમારી જમીનમાં કરતા રહો ક્યાં કપાસની ખેતી નથી થઈ તે ખેતર અથવા તો નવા ચાસ પસંદ કરો.
  4. સમયસર વાવણી કરો. ડ્રીપ પધ્ધતિ અને મલ્ચીંગ અપનાવો. ગુલાબી ઈયળની પહેલી પેઢીથી બચવા વહેલી વાવણી કદી નહિ 
  5. વાવણીથી શરૂ કરી અંત સુધી ખેતર ચોખ્ખું નિંદામણ મુક્ત રાખો અને રોજ રોજ કપાસના ખેતરમાં આંટો  મારો  ક્યાંય રોઝેટેડ ફૂલ દેખાતા નથી ને ? ફેરોમોન ટ્રેપમાં ફૂદા આવ્યા તો નથી ને ? જોતા રહો .
  6. કપાસની પોષણ વિદ્યાના જાણકારના સંપર્કમાં રહો અને ડ્રીપ સાથે પોષણ ક્યારે કેટલું આપવું તે પૂછતા રહો.
  7. સમય બદલાયો છે કપાસ વહેલા પકાવવા ક્યાં વૃદ્ધિ નિયંત્રકો PGR નો પ્રયોગ કેમ કરવો તે જાણો . 



Book your Advt Here
400 x 90





Older Posts Home

Followers

Blogger Templates and Widgets

Advertisement


ખેડૂત મિત્રો,
આજની ખેતી બ્લોગ ઉપર તમે મરચીના સવાલ જવાબ વાંચી શકશો.
તમારા સવાલ ફોટો સાથે પૂછી શકશો.

SUBSCRIBE & FOLLOW

POPULAR POSTS

Categories

  • રોગ 1

તમારો સવાલ પૂછવા નીચે આપેલ ફોર્મ ભરો

Name

Email *

Message *

Powered by Blogger.

Search This Blog

Blog Archive

  • May 2022 (6)
  • October 2021 (3)
  • September 2021 (1)

Report Abuse

  • Home

Contributors

  • kheti rajkot
  • krushivigyan

કપાસ ઉત્પાદન વધારવાની રીત ૨

જમીનની તૈયારી સારી કરવા શું કરવું ?   કપાસની ખેતી કરતા ખેડૂતોએ દર ત્રીજા વર્ષે ઉનાળામાં પ્લાઉ થી ઊંડી ખેડ કરી જમીનને તપવા દેવી જોઈએ જેથી ચોમ...

Powered by



Photo courtesy : google Image
Thank you courtesy Mr. Vimal Chavda - Mr. Devaraju
Disclaimer: Any use of the information given here is made at the reader’s sole risk. there is no warranty whatsoever for "Error Free" data, nor does it warranty the results that may be obtained from use of the provided data, or as to the accuracy, reliability or content of any information provided here. In no event will or our employees not liable for any damage or punitive damages arising out of the use of or inability to use the data included.

ખાસ નોંધ


• જે પાક વાવેતર કરવાના હો તેના વિશે અત થી ઈતિ જાણો. • દરેક પાક પુરો થયા પછી પાકને ખેતરમાં ઉભો છોડશો નહિ. પાકને ઉપાડી લ્યો અથવા ઉભા પાકના ઝડીયાને ગ્લાયફોસેટ છાંટીને પાકનો સંપૂર્ણ નાશ કરી દયો જેથી નુકશાનકારક જમીનજન્ય ફુગના રોગો અને જીવાત હવે પછીના પાકમાં ઓછું નુકશાન કરે. •રાતની ઠંડી અને દીવસની ગરમીના તાપમાનમાં ૧૫ ડીગ્રીનો ફેરફાર હોય તો રોગ-જીવાત આવવાની શકયતા વધે છે. રોગ જીવાત છોડમાં કેવા વાતાવરણના બદલાવ થી લાગે છે તે અગાઉથી સમજીને ખેતી કરો. • રોગ લાગ્યા પછી નુકશાન દેખાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. • રોજ તમારા મોબાઈલમાં આગલા દિવસનું તાપમાન ચકાસતા રહો. વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરો. • પાક ઉત્પાદનનો આધાર જમીન, હવામાન, તાપમાન, હવાનું દબાણ-પવનની ગતી, જમીનની ફળદ્રુપતા, નિયમિત પાણી અને પોષણ જેવા અનેક અનેક પરિબળોને આધારે શુન્યથી મહત્તમ સુધી ઉત્પાદન મળી શકે. ખેતી એટલે કુદરત પર આધાર. • ઉત્તમ બીજ એ ઉત્તમ ખેતીનો પાયો છે. બીજ સીલબંધ પેકિંગમાં પ્રખ્યાત કંપનીનું લેવાનો આગ્રહ રાખો. • વૈજ્ઞાનિકો, કંપનીના અધિકારીઓ અને કૃષિનિષ્ણાંતનો સંપર્ક માટે તેમના નંબર તમારા મોબાઈલમાં સાચવો. • ખેતીની માહિતી તમારા મોબાઈલમાં મેળવવા માટે તમારા સ્માર્ટફોનમાં એગ્રીમોજો ડાઉનલોડ કરો અને રોજ દેશ અને દુનિયાના ખેતીના ટુંકા સમાચારો મેળવીને સમૃધ્ધ બનાવો. • જમીનના પૃથ્થકરણના આધારે પાકને પોષણ આપો. • જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા સેન્દ્રીય તત્વો જમીનમાં ઉમેરો. જીવામૃત દર મહિને ઉભા પાકમાં પાણી સાથે પાવ. • અહિં આપવામાં આવતી. માહિતી કંપનીના ફાર્મમાં લીધેલા પ્રયોગોના આધારે છે. તેમાં સ્થળ, વાતાવરણ અને માવજતના આધારે ફેરફારને પાત્ર છે.

Designed by OddThemes | Distributed by Gooyaabi Templates