ગુલાબી ઈયળથી ડરવાની જરૂર નથી


ગુલાબી થી ડરવાની જરૂર નથી - જરૂર છે સમયસર પગલાં લેવાની 


ચાલો ગુલાબી ઈયળનું જીવન ચક્ર જોઈએ 



કુદા અવસ્થા : કોશેટો માંથી નીકળેલ ગુલાબી ઈયળનું ઝાલર વાળી પાંખ ધરાવતું બદામી રંગનું ફૂદું  રાત્રે કુલ ભમરી, ચાંપવા, કળીમાં ઈંડા મૂકે છે. ગુલાબી ઈયળ ની હાજરીની જાણ મેળવવા વિઘે ૪ ફેરોમોન ટ્રેપ લગાડો. 


ઈંડા  અવસ્થા : ગુલાબી ઈયળના ઈંડા બદામી રંગના હોય છે જે સામાન્ય રીતે કુલ-ચાપવા તથા કાચા જીંડવા ઉપર હોય છે. જે નરી આંખે જોઈ શકાતા નથી. (ઇંડાનાશક છાંટવાથી ઇંડાનો નાશ કરી શકાય છે.) પ્રોફેનોફોસ + સાયપરમેથ્રીન અથવા ડેલ્ટામેથ્રીન + ડીડીવીપી સાથે સેફગાર્ડ દરેક છંટકાવમાં ઉમેરો 


ગુલાબી ઈયળ સામે યુદ્ધ કરવાની તૈયારી હોય તો જ કપાસ વાવજો. ગુલાબી ઈયળ ફકત ને ફકત કપાસ ઉપર જ જીવે છે તેથી સામુહિક પ્રયાસ કરીએ તો લડવું સહેલું છે, બહું કુણપ લાવે તેવા મોનોક્રોટોફોસ જેવા જંતુનાશકો અને યુરીયા જેવા ખાતરો હવે ઓછા વાપરો. બની શકે તો વૃદ્ધિ નિયંત્રક નો ઉપયોગ કરીને કપાસ વહેલો પાકે તેવું ગોઠવો .


ઈચળ અવસ્થા : ગુલાબી ઈયળ વાતાવરણને અનુરૂપ તેનું જીવન ટુંકાવી કે લંબાવી શકે છે ગુલાબી ઈયળની શુષુપ્ત અવસ્થા ઓછામાં ઓછા ૧૫ દિવસથી લઈને ૧૩ મહિના સુધીની હોય છે. અનુકુળ વાતાવરણ મળતા તે કોશેટામાં જાય છે. ટુંકમાં ગુલાબી ઈયળ સુશુપ્ત અવસ્થામાં લાંબો સમય રહી શકે છે. 


વાવણી થાય ત્યારે વાવજો : કપાસની આગોતરી વાવણી કરશો તો તમારા કપાસમાં કુલ ચાંપવા વહેલા આવશે. ગુલાબી ઈયળની આત્મઘાતી પેઢીના ફૂદાં વહેલા નીકળેલા ચાપવામાં ઈંડા મૂકવાની તક મળશે. જેથી ગુલાબી ઈયળનો ઉપદ્રવ ફેલાશે. હવે આગોતરો કપાસ કરાય નહિ , જો પાણી હોય તો દવા છાંટવાની તૈયારી ની હિંમત હોય તો કરજો . 


રોઝેટેડ કુલ : કપાસનું ફુલની પાંદડીઓ બિડાયેલી, ફુગા જેવી (રોઝેટેડ કુલ) જેવી થઈ ગઈ હોય તો સમજવું કે ફૂલમાં  ગુલાબી ઈયળનો ઉપદ્રવ છે. ઈંડા માંથી બનેલ ઈયળ પાતળી વાળ જેવી સફેદ અને કાળા માથાવાળી હોય છે અને પરાગરજ ખાઈને જીવે છે. રોઝેટેડ કુલ વીણી લેવા અને સળગાવી દેવા . આ સમયે સિન્થેટીક પાયરેથ્રોઈડ છંટકાવ શરૂ કરવો. (સાયપરમેથ્રીન + પ્રોફેનોફોસ અથવા કલોરોપાયરીફોસ + લેમડાસાયલોથ્રીન) 


રેફ્યુઝા વાવો : ટુંકા અંતરે ચાસ નાખો દા .ત . ૪ બાય ૧, ૫ બાય ૧ અથવા ૩ બાય ૧ પછી કહેતા નહિ કે મારે મોટા ચાસ નખાઈ ગયા. વાવણી સાથે ખેતરમાં ૧૨૦ ગ્રામ નોન બીટી રેફયુઝા વાવો .


કોશેટા અવસ્થા : આપણા વિસ્તારમાં ગુલાબી ઈયળનું જીવન ચક્ર લાંબા ગાળાનું જોવા મળ્યું છે તેથી હાલ ઈયળો શુષુપ્ત અવસ્થામાં પડી છે જે અનુકુળ વાતાવરણ મળતાં કોશેટા અવસ્થામાં જશે. આ કોશેટા અવસ્થા ૧૨ થી ૧૫ દિવસની હોય છે. તેમાંથી પુખ્ત કુદુ નિકળે છે. જે ફક્ત કપાસમાં ઈંડા મૂકે છે. 


જમીન તપવા દયો :  જેમણે ખેતરમાં સાંઠીઓ રાખી છે, ઘેટા બકરા ચરાવ્યા નથી તે ખેતરમાં  ગયા વર્ષે બચી ગયેલી હજારો ગુલાબી ઈયળો પડી છે. જે અનુકૂળ વાતાવરણ મળતા કોશેટા બની- કુદામાં પરિવર્તિત થઈ બહાર નીકળી નવા કપાસના કુલમાં ઈંડા મૂકવાનું શરૂ કરશે. ઉંડી ખેડ કરી જમીનને તપવા દયો. 


ગુલાબીથી બચવા ખાસ યાદ રાખો : ગુલાબીનો બીજો વેવ ઠંડીની શરૂઆત થાય ત્યારે આવે છે આવા સમયે  કપાસની કૂણપ  ઓછી રાખવા જમીનમાં ભેજનું પ્રમાણ ઓછું રહે તે માટે  એક પાટલુ છોડી એક પાટલામાં પિયત આપવામાં આવે તો ગુલાબીનો ઉપદ્રવ નિયંત્રિત કરી શકાય છે. 


ગુલાબી થી બચવા વહેલું ઉત્પાદન લેવું પડશે :  ટુંકાગાળામાં ઉત્પાદન લેવા વહેલું અને સચોટ ઉત્પાદન આપતી જાતો વાવો કે જે સાંકળા પાટલે પણ અનુકુળ હોય અને જેમાં કુલ, ચાપવા ખરવાનું પ્રમાણ ઓછું હોય અને આ જાતોમાં વહેલું ઉત્પાદન મળતું હોય,  વહેલું ઉત્પાદન લેવા નેનો ટેકનોલોજી આધારિત સેફગાર્ડ છાંટો. પ્રથમ ફૂલ આવે પછી વૃદ્ધિ નિયંત્રક મેપીકવાટ ક્લોરાઇડ નો પ્રયોગ કરીને કપાસ વહેલો પકવો 


ગુલાબી ઈયળનું  જીવનચક્ર : કોશેટામાંથી બહાર  આવેલું ભુખરા રંગનું અને ઝાલરવાળી પાંખો ધરાવતું કદમાં ખૂબ નાનું  ફૂદું  પોતાની પેઢી આગળ વધારવા  ઈંડા મૂકે છે . કુદાની આ અવસ્થા ૨ થી ૪ દિવસમાં પૂર્ણ થાય છે. કુદાના ઉપદ્રવની જાણકારી મેળવવા માટે ગુલાબી ઈયળની લ્યુર વાળા ફેરોમોન ટ્રેપ લગાડવાથી કુદાની હાજરીની જાણકારી મળી શકે છે. જો કુદા ટ્રેપમાં પકડાય તો ઈંડાનાશક દવાનો છંટકાવ શરૂ કરવો જોઈએ. સિન્થેટિક પાઇરેથ્રોઇડ  ડેલ્ટામેથ્રીન –પ્રોફેનોફોસ વગેરે .

0 comments