કપાસ ની ખેતીની યાદ રાખવા જેવી વાત


૧. બીજની પસંદગી 


આ વર્ષે ભાવ સારા રહ્યા એટલે બધા ને કપાસ કરવો છે પરંતુ કંપની ખેતીમાં બીજ એ પાયાની વસ્તુ છે. બીજમાં છુપાયેલ હોય છે ઉત્પાદન દેવાની ક્ષમતા . કૃષિ વિજ્ઞાન માસિક મંગાવતા હો તો એપ્રિલ 22 ના અંકમાં ગત વર્ષના અનુભવોને આધારે કપાસની સારી આવક મેળવેલા ખેડુતોની યાદી આપેલ છે. આજે જ બધાને ફોન કરો. તેમના અનુભવો જાણો અને આવતા વર્ષના તમારા નિર્ણયો લો .અથવા કૃષિ વિજ્ઞાન ફેસબુક પેજ લાઈક કરી કપાસની માહિતી તમારા મોબાઈલ માં મેળવો


૨. વાવણીઃ ઘાટું વાવેતર કરજો

હાઈ ડેન્સીટી પ્લાન્ટેશન છેલ્લા બે ત્રણ વર્ષથી આપણે કપાસની ખેતીમાં વાવેતર અંતર ઘટાડીને છોડથી છોડ અને હારથી હારનું અંતર ટુંકુ કરીને એકર દીઠ છોડની સંખ્યા વધારીને એકમ વિસ્તાર દીઠ વધુ ઉત્પાદન મેળવતા થયા છીએ.



ઓછા અંતરે વાવેતર કરવાથી દીવાળી આવતા સુધીમાં છોડ પૂરતો જથ્થો આપી દે છે. છોડ વહેલા પરિપક્વ થાય છે. શીયાળુ પાક લઈ શકાય છે. લાંબા ગાળાના કપાસમાં પાછતર ખર્ચા જેવા કે ખાતર, પાણી, પાક સંરક્ષણ, ફૂગનાશક તથા મજુરી ખર્ચ વધે   છે. તેના બદલે સારી ઉંડા મૂળવાળી જાતને વહેલા પકવી દેવા વૃદ્ધિ નિયંત્રકો નો ઉપયોગ કરી  સારું વળતર મેળવી લેવું ફાયદાકારક . 


3. પોષણઃ 


ઈઝરાયલનો ખેડુત કપાસના પાકમાં છોડ દીઠ કેટલું ઉત્પાદન લેવું છે તે વાવેતર કરતા પહેલા જ વિચારે છે તેથી તે માહિતી કોમ્યુટરમાં નાખવામાં આવે તો કોમ્યુટર ખેડુતને કહે છે કે આ કપાસનો છોડનો જીવન કાળ ૧૭૦ દિવસ છે. તેથી જો તમારે છોડ દીઠ ૩૦૦ ગ્રામ કપાસ પકવવો હોય તો ક્યા દિવસે કેટલું ખાતર આપવું પડે તેની માહિતીનો પ્રિન્ટઆઉટ કોમ્યુટર આપે. બીજો ખેડુત કોમ્યુટરને એમ કહે કે મારે તો પ૦૦ ગ્રામ પ્રતિ છોડ દીઠ ઉપજ મેળવવું છે તો કોમ્યુટર છોડ દીઠ કેટલું ખાતર આપવું તેની વિગતો જુદી રીતે આપે. બન્ને ખેડુત આ ખાતર ડ્રીપ પધ્ધતિ દ્વારા આપીને ધાર્યું ઉત્પાદન લઈ શકે છે. આ પધ્ધતિને ફર્ટિગેશન કહેવાય છે. આવી રીતનું પોષણ ફક્ત ને ફકત ડ્રીપ દ્વારા જ આપી શકાય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે કપાસ અને મરચી કે ટામેટીના એક  છોડ દીઠ કેટલું ઉત્પાદન લેવું છે? વિચારો 



 એક કિવન્ટલ કપાસના ઉત્પાદન માટે આશરે ૬ થી ૭.૮ કિ.ગ્રા. નાઈટ્રોજન, ૦.૫ થી ૧.૨ કિ.ગ્રા. ફોસ્ફરસ અને ૭ થી ૧૦ કિ.ગ્રા. પોટાશની જરૂરીયાત રહે છે તેથી કપાસનું ઉત્પાદન કેટલું મેળવવું છે તે ધ્યાને રાખી ત્રિરાશી મુજબ  ખાતરનો ઉપયોગ કપાસના પાકમાં કરવામાં આવે તો ધાર્યું ઉત્પાદન મેળવી શકાય છે. 


4. આંટો મારવોઃ 

કપાસની ખેતી કરીએ અને રોજ ખેતરમાં આંટો ના મારીએ તે કેમ ચાલે ? રોજ ખેતરમાં સવારે આંટો મારવાથી છોડની આવશ્યકતા, જરૂરિયાત અને ચૂસિયા જીવાતના ઉપદ્રવની વિગતો તમે પ્રત્યક્ષ જોઈ શકો તેને લીધે જીવાતનો ખાત્મો તમે શરૂઆતની અવસ્થામાં કરીને ખેતી ખર્ચ બચાવી શકો. ઉપરાંત વિશેષ કામો સમયસર કરી શકો. દા. ત. કપાસમાં ડોકા કાપવાનો સમય થયો હોય ત્યારે ડોકા કાપી લેવાથી વધુ ફળાવ ડાળીઓ વધુ જીંડવા મેળવી શકાય છે. પાછતરી અવસ્થા દરમ્યાન મૂકળેલા ફેરોમોન ટ્રેપમાં ગુલાબી ઈયળના ફૂડ આવ્યા હોય તો તરતજ જંતુનાશક દવા ચાટવાનો આદેશ આપી શકાય , તો બનાવો ટાઈમ ટેબલ અને ખેતી ખર્ચમાં કરો ઘટાડો અને મેળવો વધુ ઉત્પાદન .


5. પાક સંરક્ષણ 

 કપાસમાં હવે ચૂસિયા જીવાત સામે પાક સંરક્ષણના પગલા લેવા સરળ  છે કારણકે નવા મોલેક્યુલ વળી નવી દવાઓ બઝારમાં આવી ગઈ છે તેથી . ચૂસિયા જીવાતનું નિયંત્રણ કરવું સરળ બન્યું છે.. 


6. કુગનાશક દવાઓઃ 


છેલ્લા કેટલાક વર્ષોથી કપાસ લાલ થઈ જવાની ફરિયાદો જોવા મળે છે. તેમાં બે કારણો હોય છે. એક ભેજવાળા વાતાવરણને લીધે અમુક કુગનો ઉપદ્રવ થતા સુકારો આવે છે. તેમાં સીસ્ટેમેટીક પ્રકારની ફુગનાશક નો છંટકાવ નિયમિત રીતે કરવામાં આવે તો લાભ મળે છે. આ ઉપરાંત બીજી મહત્વની વાત છોડમાં જીંડવા ઠીકઠાક લાગી ગયા હોય ત્યારે મૂળ તેની પોષણ ખેંચવાની પ્રક્રિયા ધીમી કરે છે અને ત્યારે છોડને ઉપરથી જરૂરી પોષણ ન મળે તો છોડમાં પેરા વિલ્ટ લાગે છે એટલે પોષણની  ખામીને લીધે છોડના પાન માં ઉણપ દેખાય છે. જો તમે જરૂરી પોષણ આપો તો આવા સુકારા જેવા દેખાતા પાનને અટકાવીને વધુ ઉત્પાદન લઈ શકો છો. ટુંકમાં ફુગનાશક ક્યારે છાંટવી અને ખાતરનો છંટકાવ ક્યારે કરવો તે સમજો .



0 comments