કપાસની ખેતીમાં સ્ટ્રોંગ કોટન બીજ ની પસંદગી કરજો




  1. શ્રેષ્ઠ બીજ – નીવડેલું બીજ પસંદ કરો અને તેના માટે જમીનની તૈયારી કરો. 
  2. તમારી જમીન તંદુરસ્ત હોવી જોઈએ. જરૂરી સેન્દ્રીય તત્વોથી ભરપુર જમીન તૈયાર રાખો. વધુ પડતું રાસાયણિક ખાતર હંમેશા સારૂ હોય તેવું માનશો નહિ. વધુ પડતી ટાશ કે માટી ખેતરમાં ભરશો નહિ. 
  3. પાક ફેરબદલી તમારી જમીનમાં કરતા રહો ક્યાં કપાસની ખેતી નથી થઈ તે ખેતર અથવા તો નવા ચાસ પસંદ કરો.
  4. સમયસર વાવણી કરો. ડ્રીપ પધ્ધતિ અને મલ્ચીંગ અપનાવો. ગુલાબી ઈયળની પહેલી પેઢીથી બચવા વહેલી વાવણી કદી નહિ 
  5. વાવણીથી શરૂ કરી અંત સુધી ખેતર ચોખ્ખું નિંદામણ મુક્ત રાખો અને રોજ રોજ કપાસના ખેતરમાં આંટો  મારો  ક્યાંય રોઝેટેડ ફૂલ દેખાતા નથી ને ? ફેરોમોન ટ્રેપમાં ફૂદા આવ્યા તો નથી ને ? જોતા રહો .
  6. કપાસની પોષણ વિદ્યાના જાણકારના સંપર્કમાં રહો અને ડ્રીપ સાથે પોષણ ક્યારે કેટલું આપવું તે પૂછતા રહો.
  7. સમય બદલાયો છે કપાસ વહેલા પકાવવા ક્યાં વૃદ્ધિ નિયંત્રકો PGR નો પ્રયોગ કેમ કરવો તે જાણો . 




0 comments